ગેઝેટીયર શું છે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ગેઝેટીયર શું છે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ગેઝેટીયર શું છે?

‘સર્વ સંગ્રહ’ (ગેઝેટિયર) એટલે શું ?

ગેઝેટિયર એટલે શહેરની, જિલ્‍લાની રાજ્યની ભૌગોલિક, ઐતિહાસિક, રાજકીય, સામાજિક, આર્થિક, લોકકલ્‍યાણ, શિક્ષણ, લોકો, ધર્મ, ઉત્‍સવ, વાહન અને સંદેશા વ્‍યવહાર, કાયદો અને વ્‍યવસ્‍થા તથા ન્‍યાય અને જોવાલાયક સ્‍થળો અંગેની માહિતી પૂરી પાડતો ગ્રંથ. આમ ગેઝેટિયર એ એક એવું પ્રમાણિત સરકારી પ્રકાશન છે કે જેમાં દરેક પાસાને આવરી લેતી આધારભૂત અને સર્વગ્રાહી વિસ્‍તૃત માહિતી પૂરી પાડવામાં આવે છે. જેથી આવી માહિતી ઉપલબ્‍ધ કરવા માટે અનેક પુસ્‍તકોનો અભ્‍યાસ કરવો ન પડે અને એક જ સર્વસંગ્રહ પુસ્‍તકમાંથ્‍ી તમામ સર્વગ્રાહી પ્રમાણિત માહિતી ઉપલબ્‍ધ થઇ શકે. માટે જ સર્વસંગ્રહ (ગેઝેટિયર) નામ આપવામાં આવ્‍યું છે.

ગેઝેટિયર કોને ઉપયોગી થઇ શકે ?

સર્વસંગ્રહ સરકારી કચેરીઓ, સામાજીક સંસ્‍થાઓ, રાજકર્તા, ઉદ્યોગપતિ, વ્‍યાપારી સંસ્‍થાઓ, પ્રશાસકો, પર્યટકો તેમજ જિજ્ઞાસુ-અભ્‍યાસુ શોધક, લેખક, સંશોધક તથા ઇતિહાસ પુરાતત્‍વ વિદ્યાશાખા, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ, ખાસ વિષય પર અભ્‍યાસ કરતા પી.એચ.ડી. ના વિદ્યાર્થીઓ, રાષ્‍ટ્રીય કક્ષાએ લેવાતી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અને સનદી અધિકારીઓ વગેરેને ઉપયોગી થઇ શકે.

સર્વસંગ્રહનું પ્રાપ્‍તિસ્‍થાન

સર્વસંગ્રહ ગુજરાત સરકારનું પ્રકાશન હોવાથી સરકારી પુસ્‍તક ભંડાર (Government Book Depot) અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભાવનગરથી મળી શકે છે.

  • Ahmedabad 23.022505 72.5713621
  • Vadodara 22.3071588 73.1812187
  • Rajkot 22.3038945 70.8021599
  • Bhavnagar 21.7644725 72.1519304
back to top