ઇતિહાસ | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
ઇતિહાસ | અમારા વિશે | જીલ્લા સર્વસંગ્રહ, ગેઝેટિયર કોર ગ્રુપ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

ઇતિહાસ

ગેઝેટિયરના મૂળમાં પાછલા સમય પર દ્રષ્ટિપાત કરીએ તો તે સમયે ભારત ભૌતિક સમૃધ્ધિમાં મોખરે હતો. શિક્ષાકેન્દ્રો જેવા કે પંજાબમાં તક્ષશિલા અને ગુજરાતમાં વલ્લભી જેવા શિક્ષા કેન્દ્રોએ ઘણાં વિદેશી મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કૌટિલ્ય દ્વારા લખાયેલ 'અર્થશાસ્ત્ર' ને ભારતમાં ગેઝેટિયર સાહિત્યની શરૂઆત ગણાવી શકાય. ચાથે સાથે મુઘલ કાળના 'હુમાયુનામા' આઇને અકબરી તવારીખે - જહાંગીરી વગેરેએ પણ પાશ્વાત્ય પરિભાષામાં ગેઝેટિયરના પાયા તરીકે ગણાવી શકાય.

મૂળે ગેઝેટિયરો બ્રિટિશ રાજય - સમય દરમિયાન અંગ્રેજ શાસકોને જે તે જિલ્લાથી માહિતગાર કરવા અર્થે લખાયા. પરદેશથી આવેલ અંગ્રેજ અમલદાર જે જિલ્લામાં કલેકટર કે એવા કોઇ મોટા હોદ્દા પર નીમાયા હોય તેઓ ત્યાંના લોકો, એમના રીત રિવાજો, એમનો ઇતિહાસ, એમની આર્થિકસામાજિક સમસ્યાઓ, એમની બોલીઓ વગેરે વિશેની વિગતવાર માહિતીથી અજાણ હોય, આવી જાણકારી પૂરી પાડવા ઇ.સ. ૧૮૪૩માં બોમ્બે પ્રેસીડેન્સીના દરેક જિલ્લાનો 'સ્ટેટેસ્ટીકલ એકાઉન્ટસ' તૈયાર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

રેવન્યુ કમિશન​રોએ દરેક જિલ્લાના કલેકટરો પાસેથી જેટલી મળી શકે તેટલી માહિતી મેળવવા સૂચનાઓ આપવામાં આવી. પરંતુ આ બાબતે વધુ કાંઇ ન થઇ શકતા ઇ.સ. ૧૮૬૭માં ભારતનો હવાલો સંભાળતા રાજય સચિવે મુંબઇ સરકારને બોમ્બે પેસીડેન્સીના ગેઝેટિયરો તૈયાર કરવા નકકર પગલાં લેવા વિનંતી કરી. આ આદેશના અનુસંધાને ગેઝેટિયરો તૈયાર કરવા અને તેની દેખરેખ રાખવા મુંબઇ સરકારે ઇ.સ. ૧૮૬૮માં 'મુંબઇ ગેઝેટિયર કમિટી' ની રચના કરી. અને મુંબઇ સીવીલ સેવાના મિ. જેમ્સ એમ. કેમ્પબેલને સમગ્ર કામગીરી સોંપી, જેમણે ઇ.સ. ૧૮૭૪માં આ કામગીરી શરૂ કરી અને ઇ.સ. ૧૮૮૪ સુધીમાં ગેઝેટિયરોની કામગીરી પૂર્ણ કરી. આમ છતા, ગ્રંથોનું ખરેખર પ્રકાશન એ પછીના ત્રણ દાયકા સુધી ચાલ્યું.

આમ, તત્કાલિન વાઇસરોય લોર્ડ કર્ઝનના સમયમાં આ ગેઝેટિયરો તૈયાર કરવામાં આવ્યાં હતા. ઇ.સ. ૧૯૦૭ અને ૧૯૦૯ના સમયગાળામાં ઇમ્પ્રિીરીયલ ગેઝેટિયરના ર૬ ગ્રંથો તૈયાર કરાવ્યા, ગુજરાતને લગતા ગેઝેટિયરો એ વખતના મુંબઇ રાજયના ગેઝેટિયરોની શ્રેણીના ભાગ તરીકે નીચેના શીર્ષકો હેઠળ પ્રગટ થયા હતા.

  • સુરત અને ભરૂચ
  • ખેડા અને પંચમહાલ
  • અમદાવાદ
  • કચ્છ, પાલનપુર, મહીકાંઠા
  • રેવાકાંઠા નારૂકોટ, ખંભાત અને સુરત સ્ટેટ્સ
  • વડોદરા
  • કાઠીયાવાડ

એ પછી ઘણો સમય વીતી ગયો. દેશમાં રાજકીય અને સામાજિક પરિવર્તનોનો યુગ શરૂ થયો. દેશ આઝાદ થયો. રાજાશાહીને સ્થાને લોકશાહી આવી. કલ્યાણ રાજયની સ્થાપના થઇ અને દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તનો નોંધાવા લાગ્યા. જૂના ગેઝેટિયરો અલભ્ય બનવા લાગ્યા અને એમાંની કેટલીક માહિતી અપ્રસ્તુત બનતી ગઇ. આ સંજોગોમાં જૂના ગેઝેટિયરો નવેસરથી તૈયાર કરવાનું જરૂરી બન્યું. પરિણામે સૌ પ્રથમ ઇ.સ. ૧૯૪૯માં એ વખતના મુંબઇ રાજય તરફથી જૂના ગેઝેટિયરો નવા સ્વરૂપે ફરીથી લખવાનું કાર્ય આરંભાયું. પછી તો કેન્દ્ર સરકારે આ પ્રવૃત્તિ પ્રત્યેક રાજયમાં ચાલુ કરવાનું નકકી કર્યુ અને રાજયો તરફથી તૈયાર થનાર આ ગ્રંથોના સંપાદન અને પ્રકાશન કાર્યમાં થતા ખર્ચમાં આર્થિક સહાય આપવાનું પણ સ્વીકાર્યુ. પરિણામે કેન્દ્ર સરકારની આ યોજના પ્રત્યેક રાજયમાં અમલમાં આવી. ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લાઓના ગેઝેટિયરો તૈયાર કરવાનું કામ જૂના મુંબઇ રાજયમાં પ્રારંભ થયું. દરમ્યાન મુંબઇ રાજયનું વિભાજન થયું. અને ૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાત રાજયની સ્થાપ્ના થઇ. ગુજરાતમાં આ કામ ૧૯૬૧થી શરૂ થયું. અને વીસ વર્ષના ટૂંકા ગાળામાં લગભગ બધા જ જિલ્લાના ગેઝેટિયરો ઉપરાંત રાજકોટ, ભરૂચ અને સુરત એમ ત્રણ જિલ્લાના પુરવણી ગ્રંથો અને સમગ્ર રાજયનો ગ્રંથ (ભાગ-૧ અને ભાગ-ર) પણ સાથે સાથે પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.

ત્યારરબાદ ગુજરાત સરકારને એમ જણાયું કે આવા મૂલ્યવાન ગ્રંથો ગુજરાતી ભાષામાં પણ તૈયાર થાય એ જરૂરી છે. પરિણામે રાજય સરકારે ગુજરાતના માન્યર તજજ્ઞોની બનેલી એક સલાહકાર સમિતિની માન.સચિવશ્રી, સામાન્યય વહીવટ વિભાગના અધ્યયક્ષપદ હેઠળ રચના કરી જેણે ગુજરાતીમાં ગેઝેટિયરો તૈયાર કરવાની વિસ્તૃીત રૂપરેખા તૈયાર કરી અને સરકારને સુપ્રત કરી. આ રૂપરેખાને આધારે ગુજરાતના તમામ જિલ્લાનઓ માટેના ગુજરાતી ગેઝેટિયરો તેમજ આખા રાજય માટેનું એક અલાયદું ગેઝેટિયર તૈયાર કરવાનું નકકી થયું હતું. તદાનુસાર આ કચેરી તરફથી ર૦૦૮ સુધીમાં ગુજરાતી ભાષામાં નીચેના જિલ્લાના ગેઝેટિયરો પ્રસિધ્ધ કરવામાં આવ્યાં છે.

સને ર૦૦પમાં જિલ્લાર ગેઝેટિયર કચેરીની મુખ્ય સચિવશ્રીની સમીક્ષા બેઠકમાં જિલ્લા ગેઝેટિયરો ગુણવત્તા સભર તૈયાર થાય તે સારું સર્વસંગ્રહ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટર મારફતે તૈયાર કરવવા બાબતે વિચાર વિમર્શ કરવા મુખ્યુ સચિવશ્રીએ જણાવતા વિશ્વકોશના અગ્રણીઓ સાથે લંબાણપૂર્વક વિવિધ પાસાઓની ચર્ચા વિચારણા કરવામાં આવેલ.

મુખ્યત સચિવશ્રી અને અગ્રસચિવશ્રી કક્ષાએ પણ વિશ્વકોશના અગ્રણીઓ સાથે બેઠકો યોજવામાં આવી હતી. તેના પરિણામ સ્વરૂપે ગેઝેટિયર કચેરીની કામગીરીનું Out Sourcing કરવાનું નકકી થતાં તા.૧/૭/ર૦૦૬થી આ કામગીરી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટી ને સોંપવામાં આવેલ છે. જિલ્લા ગેઝેટિયરના પ્રત્યેંક ગ્રંથમાં જે તે જિલ્લાંની ભૌગોલિક રચના, ત્યાં ની વનસ્પતિ, પશુ-પક્ષીઓ-પ્રાણીઓ, સરીસૃપ સૃષ્‍ટિ વગેરેનો સર્વગ્રાહી પરિચય પહેલા પ્રકરણમાં આપવામાં આવે છે. તે પછીના પ્રકરણમાં એ પ્રદેશનો પ્રાચીન-અર્વાચીન ઇતિહાસ, જે તે સમયના દેશી રાજયોનો ઇતિહાસ અને સ્‍વતંત્ર સંગ્રામમાં એ જિલ્લાીનું પ્રદાન આલેખવામાં આવે છે. ત્રીજા પ્રકરણમાં જિલ્લાતમાં વસતા લોકો, તેમના રીત રિવાજો, રહેણીકરણી, પહેરવેશ, બોલી, ગૃહ સજાવટ વગેરેની વિસ્તૃત છણાવટ કરવામાં આવે છે. એ પછીના પ્રકરણોમાં જિલ્લાાની આર્થિક પરિસ્થિીતિ, ખેતીવાડી, સિંચાઇ, મોટા, લઘુ અને મધ્યએમ ઉદ્યોગો, વેપાર અને વાણિજય, વાહન વ્યવહાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. એ પછી જિલ્લામની વહીવટી વ્યવસ્થા , તબીબી સેવાઓ, શિક્ષણ, સાહિત્ય કલા, સામાજિક લોકોપયોગી સંસ્થાીઓ, વગેરેની માહિતી આપવામાં આવે છે. છેલ્લે એક જુદા પ્રકરણમાં જિલ્લાીના જોવાલાયક સ્થાળો વિશે વિસ્તૃંત માહિતી આપવામાં આવે છે જેમાં ઐતિહાસિક, ધાર્મિક, પુરાતત્વલ અને અન્યા રીતે મહત્વ ના સ્થળોનો સમાવેશ થાય છે. દરેક ગઝેટિયર સચિત્ર હોવા ઉપરાંત જિલ્લાનો બહુરંગી નકશો પણ આપવામાં આવે છે. આ ઉપરથી જોઇ શકાય છે કે ગેઝેટિયરનો ગ્રંથ જિલ્લાની સર્વગ્રાહી માહિતી પૂરી, પાડતો એક અમૂલ્યન અને આધારભૂત ગ્રંથ છે. દરેક શાળા અને કોલેજોમાં, શિક્ષણ અને સામાજિક સંસ્થાુઓમાં, વ્યાપાર અને ઉદ્યોગના એકમો અને મંડળોમાં આ ગ્રંથ કાયમ માટે ઉપયોગી અને સહાયક સાબિત થયેલ છે.

પ્રસિધ્ધ થયેલ અંગ્રેજી/ગુજરાતી જિલ્લા સર્વસંગ્રહના ગ્રંથો રાજયમાં આવેલ ચાર સરકારી પુસ્તવક ભંડાર, અમદાવાદ વડોદરા, રાજકોટ અને ભાવનગરથી મેળવી શકાય છે.

ડાંગ જિલ્લા સર્વસંગ્રહ પ્રસિધ્ધ થઇ ગયેલ છે. હાલમાં પંચમહાલ જિલ્લામાં સર્વસંગ્રહ તૈયારથઇ ગયેલ છે અને ટુંક સમયમાં જ પ્રસિદ્ધ થશે.

વર્ષ​-૨૦૧૭માં પંચમહાલ જિલ્લા સર્વસંગ્રહ (ગુજરાતી ભાષામાં) પ્રસિદ્ધ કર​વામાં આવેલ છે.

back to top